sports

IPL પછી સૂર્યકુમાર યાદવની હાલત ખરાબ, સ્થાનિક ટુર્નામેન્ટમાં પણ રન બનાવવા કરી રહ્યો છે સંઘર્ષ

ભારતીય T20 ક્રિકેટ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી અને હવે તેઓ ઘરેલુ T20 લીગમાં પણ રન બનાવી શકતો નથી.

IPL 2026માં ખરાબ રીતે નિષ્ફળ રહ્યા બાદ હવે મુંબઈ T20 લીગની પહેલી જ મેચમાં તે બેટથી કંઈ ખાસ કરી શક્યો નહીં અને માત્ર 19 રન બનાવીને આઉટ થઈ ગયો. તેમના ખરાબ પ્રદર્શનનો આ સિલસિલો અટકવાનું નામ લેતો નથી. તમને જણાવી દઈએ કે સૂર્યકુમારે ટીમ ઈન્ડિયા માટે બે T20 વર્લ્ડકપ ટાઈટલ જીત્યા છે.

મુંબઈ T20 લીગમાં સૂર્યાનું બેટ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયું

સૂર્યકુમાર યાદવ મુંબઈ T20 લીગની નવી સીઝનમાં ટ્રાયમ્ફ નાઈટ્સ તરફથી રમી રહ્યો છે. તેમની ટીમની પહેલી મેચ 2 જૂને નોર્થ મુંબઈ પેન્થર્સ સામે હતો. પહેલા બેટિંગ કરતા અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ નોર્થ મુંબઈ પેન્થર્સે 209 રનનો શાનદાર સ્કોર બનાવ્યો.

ટાર્ગેટનો પીછો કરતા નાઈટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, કેપ્ટન અખિલ હેરવાડકર સહિત 2 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી, જ્યારે તેઓ ફક્ત 20 રન બનાવી શક્યા. ત્યારબાદ સૂર્યા બેટિંગ કરવા આવ્યો અને ટીમને તેની પાસેથી મોટી ઈનિંગની આશા હતી.

સૂર્યકુમાર યાદવ 19 રન બનાવીને આઉટ થયો

આ મેચમાં સૂર્યકુમાર યાદવે સારી શરૂઆત કરી. તેને રમતા જ કેટલાક સારા શોટ ફટકાર્યા. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં. તેને ફક્ત 11 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગાની મદદથી 19 રન બનાવીને આઉટ થયો. રાહુલ સાવંતે તેને આઉટ કર્યો, જેનાથી નાઈટ્સનો ત્રીજો મોટો ઝટકો લાગ્યો. સૂર્યકુમાર યાદવ માટે પોતાનું ફોર્મ પાછું મેળવવા અને ટીમને મુશ્કેલીમાંથી બચાવવાની આ એક સારી તક હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયો. હવે જોવાનું એ રહ્યું કે તે આ લીગની બાકીની મેચોમાં કેવું પ્રદર્શન કરે છે.

સૂર્યકુમાર યાદવે IPL 2026માં કોઈ રન બનાવ્યા ન હતા

IPL 2026માં સૂર્યાના પ્રદર્શનની વાત કરીએ તો તેને આ સિઝનમાં 13 મેચ રમી, 13 ઈનિંગમાં 20.76 ની એવરેજથી 270 રન બનાવ્યા. તેનો હાઈએસ્ટ સ્કોર 60 રન હતો, અને તેને IPL 2026માં 2 અડધી સદી ફટકારી હતી. તે અગાઉ 2026ના T20 વર્લ્ડકપમાં રમ્યો હતો, જ્યાં તેને ટીમ ઈન્ડિયાને સતત બીજા ટાઈટલ જીતવામાં કેપ્ટનશીપ કરી હતી. પરંતુ આ વર્લ્ડકપમાં તેનું બેટિંગ પ્રદર્શન એટલું પ્રભાવશાળી ન હતું.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા


Original source: sandesh.com →