sports

IPLમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં 100%નો વધારો!

IPL 2026 બાદ વૈભવ સૂર્યવંશી મેદાન પછી જાહેરાત બજારમાં ધૂમ મચાવશે. કેટલાક એનાલિસ્ટે દાવો કર્યો છે કે જો આ સ્ટાર ખેલાડી ઓક્શનમાં જાય છે, તો તે 30 કરોડ રૂપિયા સુધી કમાઈ શકે છે.

વૈભવ સૂર્યવંશીને હાલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી 1.10 કરોડ રૂપિયાની રિટેનર ફી મળે છે, અને જો તે તેના IPL પગારમાં ફેરફાર ઈચ્છે છે, તો તેને ઓછામાં ઓછી એક સીઝન રાહ જોવી પડશે.

વૈભવ સૂર્યવંશીએ જીતી ઓરેન્જ કેપ

IPL 2026માં વૈભવ સૂર્યવંશીએ 237.30 ના સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવ્યા. વૈભવ ઓરેન્જ કેપ ધારક હતો. ફાઈનલ પછી એવોર્ડ સેરમનીમાં તેને 5 એવોર્ડ જીત્યા. વૈભવ સૂર્યવંશીનું સ્ટારડમ એટલું બધું હતું કે કેમેરા હંમેશા તેના પર જ રહેતા હતા. બજાર નિષ્ણાતોના મતે આ 15 વર્ષના ખેલાડી જે ખ્યાતિ મેળવી રહ્યો છે તેની તેની બ્રાન્ડ વેલ્યુ પર પણ અસર પડી છે, જે ઝડપથી વધી રહી છે.

વૈભવે જાહેરાત ફીમાં વધારો કર્યો

વૈભવ સૂર્યવંશીના માતા-પિતા હાલમાં ખેલાડીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું સંચાલન કરે છે. તેને તેની IPL ફ્રેન્ચાઈઝી, રાજસ્થાન રોયલ્સ દ્વારા પણ મદદ મળે છે. વૈભવના પોર્ટફોલિયોમાં પહેલાથી જ કોમ્પ્લેન અને રેડ બુલ જેવી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે, જેના માટે તે જાહેરાતોમાં જોવા મળ્યો છે. તેના પ્રભાવશાળી IPL પ્રદર્શનને કારણે ઘણી અન્ય બ્રાન્ડ્સ પણ તેને સાઈન કરવા માટે સ્પર્ધા કરી રહી છે.

એક ઉદ્યોગ નિષ્ણાતે મતે વૈભવ સૂર્યવંશીએ તેની એન્ડોર્સમેન્ટ ફી લગભગ બમણી કરી દીધી છે. IPL શરૂ થાય તે પહેલાં તેને દરેક ડીલ માટે લગભગ 1 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. પરંતુ હવે તે દરેક ડીલ માટે 1.5 કરોડથી 2 કરોડ રૂપિયા વસૂલ કરે છે

વૈભવ સૂર્યવંશીના કરિયરની ધમાકેદાર શરૂઆત

મીડિયા રિપોર્ટ મુજબ "IPL પહેલા તેને કેટલીક બ્રાન્ડ્સ સાથે 1 કરોડ રૂપિયાની કિંમતની ડીલ સાઈન કરી હતી, પરંતુ હવે તે એન્ડોર્સમેન્ટ માટે 1.5 થી 2 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. તેને કોમ્પ્લેન અને રેડ બુલ સાથે 1 કરોડ રૂપિયાની કિંમતની ડીલ સાઈન કરી હતી. પરંતુ હવે તે 1.5 થી 2 કરોડ રૂપિયા જોઈ રહ્યો છે."

15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી તેના ક્રિકેટ કરિયરની શરૂઆતમાં છે. IPL 2026 ભારતીય ક્રિકેટમાં તેની બ્રાન્ડ વેલ્યુને નવી ઊંચાઈઓ પર લઈ જશે, તેથી તેના માતાપિતા અને મેનેજમેન્ટ ટીમ માટે આ તકોનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ઘણા નિષ્ણાતો સૂર્યવંશીની તુલના સચિન તેંડુલકર, વિરાટ કોહલી અને સુનીલ ગાવસ્કર સાથે કરી રહ્યા છે. જ્યારે તેની પ્રતિભા નિર્વિવાદ છે, ત્યારે આ યુવા ખેલાડી પાસે હજુ ઘણું શીખવાનું બાકી છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

Original source: sandesh.com →