sports

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડકપમાં આ વખતે બદલાઈ જશે નિયમો, જાણો નવું ફોર્મેટ અને કડક નિયમ

દુનિયાની સૌથી મોટી સ્પોર્ટસ ટૂર્નામેન્ટ FIFA મેન્સ વર્લ્ડકપ 2026 શુક્રવારના રોજ 11 જૂનથી શરુ થવા જઈ રહેલા અને તે માટે તમામ ટીમ અમેરિકા,મેક્સિકો અને કેનેડા સ્થળે પહોંચી રહી છે. આ વખતે વર્લ્ડકપમાં પહેલી વખત અનેક એવી વસ્તુઓ થવા જઈ રહી છે, જેમાં મેજબાની સિવાય પહેલી વખત 48 ટીમોનો ભાગ લેવો પણ છે. આ સિવાય પણ ફીફા દ્વારા અનેક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે ખેલાડીોને નિયંત્રિત કરવામાં અને મેચ દરમિયાન શિસ્ત અને પારદર્શિતા જાળવવામાં મોટી ભૂમિકા ભજવશે.

આ 8 નવા નિયમો ખેલાડીઓ પર લગામ કડક બનાવશે

વર્લ્ડકપ 2026ના નવા નિયમોમાં સૌથી મહ્તવનું છે ખેલાડીઓનો હાથથી ચેહરો છુપાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. હંમેશા ખેલાડીઓ આ રીતે ટીમના ખેલાડીઓ સાથે કે પછી વિરોધી ટીમના ખેલાડીઓ સાથે વાત કરે છે. પરંતુ હવે આવું કરી શકશે નહી. જો કોઈ ખેલાડી આવું કરતા પકડાય છે તો સીધું રેડ કાર્ડ દેખાડવામાં આવશે.

કોર્નર કિક અથવા પેનલ્ટીના નિયમમા ફેરફાર

તેવી જ રીતે, થ્રો-ઇન, કોર્નર કિક અથવા પેનલ્ટી દરમિયાન, બોલ મેદાનમાં પ્રવેશે તે પહેલાં જ ખેલાડી ફાઉલ કરે છે અને વિડિઓ આસિસ્ટન્ટ રેફરી (VAR) તપાસ કરી શકે છે અને પેનલ્ટી આપી શકે છે. હાલમાં, VAR ફક્ત કાર્યવાહી ચાલુ હોય ત્યારે જ દાખલ કરે છે.

યેલો કાર્ડ દેખાડવામાં ફેરફાર

આ પ્રકારે જો કોઈ મેચ રેફરી ખોટી રીતે કોર્નર કિક આપે છે. કે પછી કોઈ ખેલાડીને એક જ મેચમાં બીજી વખત યેલો કાર્ડ દેખાડવામાં આવે તો આ બંન્ને મામલે વીએઆર એન્ટ્રી કરી નિર્ણય પલટી શકે છે.

ગોલકીપરને હવે 5 સેકન્ડ સમય મળશે

સામાન્ય રીતે થ્રો-ઈન કે ગોલ કિકના સમયે આઉટફીલ્ડ ખેલાડી કે ગોલકીપર વધારે સમય લે છે. પરંતુ હવે સીધા 5 સેકન્ડના કાઉન્ટડાઉન થશે તેમજ આમાં ફેલ થવા પર તેની વિરોધી ટીમને થ્રો-ઈન કે પછી કોર્નર કિક મળશે.

ટીમને 10 સેકન્ડની અંદર મેદાનમાં પ્રવેશ

આ રીતે ટીમને 10 સેકન્ડની અંદર ખેલાડી સબસ્ટીટ્યુટ કરવાના રહેશે. જો આવું થાય છે તો સબસ્ટિટ્યુટ ખેલાડીને 1 મિનિટ સુધી રાહ જોવી પડશે. જો આવું તો આ ટીમ ત્યાં સુધી એક ખેલાડી વગર રમશે.

નિર્ણયના વિરોધમાં મોટો ફેરફાર

જો કોઈ રેફરી કે કોઈ નિર્ણયના વિરોધમાં કોઈ અન્ય કારણથી મેદાનની બહાર જાય છે. તો આખી ટીમને સજા તરીકે રેડ કાર્ડ દેખાડવામાં આવી શકે છે.

ઈજાગ્રસ્ત ખેલાડીઓ મોટો નિયમ

જો મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેને આ મેદાન પર પરત ફરતા પહેલા એક મિનિટ સુધી પિચથી દુર રહેવાનું રહેશે. ત્યારબાદ તે સ્વસ્થ થઈ પરત ફરી શકે છે.

ગોલકીપર ડગ આઉટમાં વાત કરી શકશે નહી

આ સિવાય જો ગોલકીપર ને ઈજા થાય છે અને મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. તો આવી સ્થિતિમાં કોઈ પણ ટીમના ખેલાડી ટેક્નિકલ એરિયા એટલે કે, ડગ આઉટમાં જઈ કોચિંગ સ્ટાફ સાથે વાત કરી શકશે નહી.

આ પણ વાંચો - FIFA World Cup 2026માં નથી રમી રહી ટીમ ઈન્ડિયા, પરંતુ 3 ભારતીય મૂળના ખેલાડીઓ પર રહેશે ફેન્સની નજર



Original source: sandesh.com →